ભાવનગર જીલ્લો ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે. અને ખંભાતની ખાડીને દક્ષિણ બાજુએ જોડાયેલું છે આ જ કારણે આ જિલ્લો દરિયા કિનારાની સાથે સાથે તટીય સ્થળો પણ જોવા મળે છે.
ભાવનગર પોતાના ઇતિહાસની સાથે સાથે ઘણા ધાર્મિક સ્થળો તથા દરિયા કિનારાના કારણે પણ જાણીતું છે. જો તમે ભાવનગર જિલ્લામાં રહો છો અથવા તો ભાવનગર જિલ્લામાં ફરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ લેખ ખૂબ જ મહત્વનો બની શકે છે.
કારણ કે આજે આપણે ભાવનગર જિલ્લાના Top 5 seaside place in Bhavnagar વિશે જાણવાના છીએ, તો તમે ભાવનગર જિલ્લાના આ પાંચ દરિયા કિનારાઓ તમારે ફરવાને લિસ્ટમાં જોડી શકો છો.
જો તમને દરિયો, દરિયા કિનારો અને શાંત વાતાવરણ પસંદ હોય તો ભાવનગરના આ પાંચ દરિયા કિનારાઓ જરૂરથી તમારે ફરવા જોઈએ.

Top 5 Places to Visit Near the Sea in Bhavnagar District
1. ગોપનાથ
ગોપનાથ ભાવનગર જિલ્લાનું ખૂબ જ પ્રખ્યાત ધાર્મિક સ્થળ અને પર્યટક સ્થળ માનવામાં આવે છે. ગોપનાથ મહાદેવના મંદિર માટે ખૂબ જ જાણીતું છે.
Gopnath Beach તળાજા પાસે આવેલું છે. ભાવનગર થી આશરે 52 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. દરિયા કિનારા નો નજારો અને શાંતિમય વાતાવરણ માટે આ સ્થળ ખૂબ જ જાણીતું છે.
અહીં તમે દરિયા કિનારે સમય વિતાવી શકો છો અને સાંજના સમયે સૂર્યાસ્તનો નજારો એન્જોય કરી શકો છો. ગોપનાથ ની આજુબાજુ નો એરીયા પર્યાવરણ પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે.
ગોપનાથમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે તેના માટે આ સ્થળ ધાર્મિક સ્થળ પણ માનવામાં આવે છે.
2. ભવાની મંદિર
ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા શહેરની થોડે જ દૂર આવેલું ભવાની મંદિર શાંતિ અને દરિયા કિનારા માટે ખૂબ જ જાણીતું છે. અહીં ભવાની માતાનું મંદિર આવેલું છે જેથી ભવાની મંદિર તરીકે પણ આ જગ્યા ઓળખવામાં આવે છે.
મહુવા શહેરની આજુબાજુ વાત કરીએ તો ઘણા દરિયા કિનારાઓ આવેલા છે આ શહેર દરિયા કિનારાની એકદમ નજીક આવેલું છે તેથી જ આ શહેરને સૌરાષ્ટ્રનું કાશ્મીર પણ ગણવામાં આવે છે.
અહીં તમને ખૂબ જ ઓછા લોકો જોવા મળે છે જેથી શાંતિ અને પર્યાવરણનો ખાસ અનુભવ તમે અહીં કરી શકો છો. ભાવનગર થી અંદાજે 100 કિલોમીટરની દૂર આવેલું છે.
3. ઘોઘા
ઘોઘા ભાવનગર જિલ્લામાં એક પ્રાચીન એરિયા તરીકે ઓળખાય છે. હા ભાવનગર શહેર ની એકદમ બાજુમાં છે અને જુના સમયમાં એકમ મહત્વનું પણ ગણવામાં આવતું હતું.
ઘોઘા અન્ય સ્થળ કરતા એકદમ અલગ ગણી શકાય કારણ કે અહીં દરિયા કિનારા ના નજારા સાથે સાથે તમે અહીંની પ્રાચીનતા પણ જાણી શકો છો.
જો તમે ભાવનગરની આસપાસ જ ખૂબ જ ઓછા અંતરમાં કોઈ સારો અને શાંતિમય સ્થળ શોધી રહ્યા હોય તો આ જગ્યા તમારા માટે ખાસ બની શકે છે.
Also Read: Top 5 Jain Tirth Near Palitana in Gujarati
4. નિષ્કલંક મહાદેવ, કોળિયાક
નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાનું સૌથી અલગ ધાર્મિક સ્થળ માંથી એક છે. ભાવનગર થી આશરે 25 km દૂર આવેલું આ મંદિર ખૂબ જ જાણીતું છે.
કોળીયાક ની પાસે આવેલો દરિયા કિનારામાં સ્થિત આ મંદિરની સૌથી મજેદાર આ જગ્યાનું લોકેશન છે. જ્યારે પાણી ઓછું હોય ત્યારે દરિયાનું પાણી એકદમ પાછળ જતો રહે છે ત્યારે આ મંદિર સુધી તમે ચાલીને જઈ શકો છો.
આથી જ અહીં જવાનો અનુભવ એકમ નોર્મલ મંદિર કરતા ઘણો અલગ હોય છે.
પરંતુ અહીં જતા પહેલા અહીં નો ટાઈમિંગ જાણવું ખૂબ જ જરૂરી છે. વધારે પાણી હોય એ સમયે મંદિર સુધી જવું થોડું મુશ્કેલ બનતું હોય છે.
5. અલંગ
ભાવનગર જિલ્લાનું નામ આવતા જ અલંગ નું નામ પણ સામે આવે છે. અલંગ દુનિયાનું સૌથી પ્રસિદ્ધ શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અલંગ શહેર પણ ભાવનગર જિલ્લાનું જ એક જ શહેર છે.
આ જગ્યા જોઈએ તો એક નોર્મલ દરિયા કિનારો નથી પરંતુ ભાવનગર જિલ્લાના દરિયાઈ કાંઠાને સમજવા અને દરિયાઈ ઉદ્યોગને સમજવા માટે અલંગ ખૂબ જ લોકપ્રિય સ્થળ માનવામાં આવે છે.
જો તમે અલંગની મુલાકાત લઈ રહ્યા છો તો ખાસ ધ્યાન રાખવું કે અહીંના પ્રાઇવેટ એરીયામાં પરવાનગી વગર જવું નહીં. કોઈપણ એવી જગ્યાએ જતા પહેલા ખાસ ધ્યાન પરમિશન અથવા તો મંજૂરી લેવી.
Conclusion:
ભાવનગર જિલ્લામાં ઘણા બધા દરિયા કિનારાઓ આવેલા છે જે પોતાની પ્રાચીનતા, ધાર્મિકતા અને પોતાની ઓળખ માટે જાણીતા છે એટલા માટે આ જગ્યા તમારા માટે એક અનોખો જ અનુભવ સાબિત થઈ શકે છે.
જો તમે પરિવાર સાથે અથવા મિત્રો સાથે દરિયા કિનારાની મુલાકાત લેવા માંગતા હોય તો અહીંના દરિયા કિનારાઓ તમે પસંદ કરી શકો છો.
જો તમે શાંતિ અને પર્યાવરણ પ્રેમીઓ તો તમારે ભવાની મંદિર અને ગોપનાથ મંદિર જેવી જગ્યાઓની પસંદગી કરવી જોઈએ.
અથવા જો તમે પ્રાચીનતા અને ઔદ્યોગિકતા માટે આ સ્થળ વિઝીટ કરવા માંગતા હો તો તમારે ઘોઘા અથવા અલંગ જેવા સ્થળો જરૂરથી જોવા જોઈએ.
અહીં મુસાફરી કરતા પહેલા સમય અને વાતાવરણ ધ્યાનમાં રાખો ખૂબ જ જરૂરી છે.