પાલીતાણાએ જૈન ધર્મ માટે એક ખાસ ધર્મ સ્થળ માનવામાં આવે છે. અહીં આવતા યાત્રાળુઓ શેત્રુંજય પર્વત પર સ્થિત જૈન મંદિરો ના દર્શન માટે દર વર્ષે ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
પરંતુ જો તમે પાલીતાણા આવો જ હું અને તમારી પાસે થોડો વધારે સમય છે તો પાલીતાણા ની આસપાસ ઘણા એવા જૈન તીર્થ પણ આવેલા છે જ્યાં તમારે એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ, આ સ્થળો પર મંદિરના દર્શનને સાથે સાથે શાંત અને પ્રકૃતિ માહોલ પણ જોવા મળશે.
આજે આપણે પાલીતાણાની આસપાસ આવેલી એવી ૫ જૈન તીર્થ જગ્યાઓ વિશે વાત કરવાના છીએ જે પાલીતાણાને એકદમ નજીક આવેલી છે, એટલે તમે પાલીતાણાની સાથે સાથે આ જગ્યાઓની પણ મુલાકાત લઈ શકો.

Top 5 Jain Tirth Near Palitana
૧. હસ્તગિરી જૈન તીર્થ
પાલીતાણા બસ સ્ટેન્ડ થી લગભગ 25 km દૂર આવેલું હસ્તગીરી જૈન તીર્થ શાંતિ અને પર્વતો માટે જાણીતું છે. અહીં તમે પર્વતની ઉપર સુધી તમારી બાઈક અથવા તો કાર લઈને તમે જઈ શકો છો.
હસ્તગીરી જૈન તીર્થ પહોંચીને તમે ત્યાં સીડીઓથી અથવા પોતાના વાહનથી પણ ઉપર સુધી જઈ શકાય છે. પર્વત ઉપર જૈન તીર્થ આવેલું છે તથા ત્યાં ચોમાસાની સિઝનમાં ખૂબ જ રમણીય નજારો જોવા મળે છે.
જો તમને શાંતિ પસંદ હોય તો આ જગ્યા તમારે અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ. ચોમાસાની સિઝનમાં અહીંના લોકલ લોકો પણ ત્યાં શાંતિ માટે જતા હોય છે.
તમને જૈન તીર્થયાત્રાની સાથે સાથે શાંત સમય પણ જો તમારે વિતાવો હોય તો હસ્તગીરી તમારી લિસ્ટમાં હોઈ શકે.
2. રોહીશાળા જૈન તીર્થ
રોહીશાળા જૈન તીર્થ પાલીતાણા ની પાસે શેત્રુંજય નદીના કિનારે આવેલું એક જૈન તીર્થ સ્થળ છે. નદીની આસપાસ નો માહોલ આ જગ્યાને ખૂબ જ શાંત બનાવે છે.
જો તમે પાલીતાણામાં રોકાઈ રહ્યા છો તો આ સ્થળ તમારે લિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. કારણ કે રોહીશાળા જૈન તીર્થ પાલીતાણા થી માત્ર 8 થી 10 કિલોમીટર જ દૂર આવેલું છે.
શેત્રુંજય નદીના કિનારે તમને એક અલગ જ શાંતિનો અનુભવ થઈ શકે છે. જો તમને નદી અને શાંતિ બંને પસંદ હોય તો આ જગ્યા તમારા માટે યોગ્ય છે.
3. શેત્રુંજય ડેમ
પાલીતાણા થી તળાજા તરફ જતો રસ્તા પર જ શેત્રુંજી ડેમ આવેલું છે. ડેમ અને આસપાસનો કુદરતી નજારા ના કારણે અહીંનું વાતાવરણ ઘણું શાંત જોવા લાગે છે.
જો તમને કુદરતના ખોળે ભોજન કરવાનું પસંદ હોય તો આ જગ્યા પર તમે ઘરનું ભોજન અથવા તો ઘરનો નાસ્તો લઈને ત્યાં જઈ શકો છો અને કુદરતી નજારા સાથે ભરપેટ જમીન પણ શકો છો.
પાલીતાણા થી માત્ર 10 થી 15 km ની દોરીમાં જ આ શેત્રુંજય ડેમ આવેલો છે.
4. અઢીદ્વિપ 170 જીનાલય
અઢીદ્વીપ 170 જિનાલય પાલીતાણા સોનગઢ રોડ પર માલપરા ગામની બાજુમાં આવેલું છે. પાલીતાણા થી આશરે 4 થી 5km દૂર આવેલું છે, એટલે આ જગ્યા પર આરામથી જઈ શકાય છે.
એટલા માટે જ પાલીતાણા આવતાં લોકો આ જગ્યાને પોતાની લિસ્ટમાં જરૂરથી સામેલ કરે છે. જો તમે પાલીતાણા માં મંદિર સિવાયના જૈન ધર્મની જગ્યાઓ જોવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે ખાસ બની શકે છે.
5. કદમગિરી જૈન તીર્થ
કદમગીરી જૈન તીર્થ પણ પાલીતાણા ની આસપાસ જૈન તીર્થની લિસ્ટ માંથી એક છે. આ પહાડી એરિયામાં સ્થિત જૈન મંદિર માનવામાં આવે છે.
પાલીતાણા ની મેઈન યાત્રા પછી જો તમારી પાસે સમય રહે તો તમે કદમગીરી જૈન તીર્થને પણ તમારી લિસ્ટમાં જોઈ શકો છો.
અહીં ધાર્મિક અને શાંત વાતાવરણ તમારું મન મોહી શકે છે. પાલીતાણા થી થોડે દૂર અને ભાવનગર થી નજીક આવેલું આ સ્થળ ખૂબ જ શાંત અને પહાડો માં આવેલું છે.
Conlusion:
જો તમે પાલીતાણા માત્ર એક દિવસ માટે નહીં પણ થોડો સમય લઈને આવો છો તો પાલીતાણામાં આસપાસમાં જૈન તીર્થ પણ તમારે જરૂર છે એકવાર વિઝિટ કરવા જોઈએ.
અને ત્યાંની શાંતિ તથા ધાર્મિક સ્થળોની પણ એકવાર અવશ્યમ મુલાકાત લેવી જોઈએ. દરેક જગ્યાનો પોતાનો મહત્વ અને પોતાને એક અલગ જ ઓળખ છે.
એટલા માટે પાલીતાણા યાત્રા માટે તમારે પહેલેથી જ સમય, અંતર અને મંદિરોનો ટાઈમિંગ જોઈને આવવું જોઈએ.