Palitana માત્ર ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો માટે જ નહીં પરંતુ યાત્રાળુઓ માટે અને સ્થાનિક લોકો માટે નાસ્તા માટે પણ જાણીતું છે. આજે આપણે Top Food Place in Palitana એટલે કે પાલિતાણામાં ખાવા પીવા માટેની Famous જગ્યાઓ વિશે જાણવાના છીએ. તો ચાલો જાણીએ Top Food Places in Palitana.
પાલીતાણા જૈન મંદિરો માટે ખાસ જાણીતું છે તેની સાથે અહીં વર્ષો જુના એવા નાસ્તા સ્ટોર પણ છે જે ઘણા વર્ષોથી ચાલતા આવી રહ્યા છે, જેને લોકપ્રિયતાને કારણે વર્ષોથી અહીં ઘણા લોકો દૂર દૂરથી નાસ્તો કરવા આવતા હોય છે.
જો તમે પણ ખાવા પીવાના અને નાસ્તામાં શોખીન છો તો પાલીતાણા આવતી વખતે તમારે અહીં એકવાર જરૂર નાસ્તો કરવો જોઈએ.
આમ જોઈએ તો આજકાલને ભાગદોડ ભરી જિંદગીમાં લોકો આવી ખાસ જગ્યાઓ પર આવીને ત્યાંની લોકપ્રિય વસ્તુઓને એકદમ થી ભૂલી જતા હોય છે અમારો હેતુ એ જ છે કે જે લોકો પાલીતાણા ની મુલાકાત લઈ રહ્યા છે તેઓ આ જગ્યાઓ પર નાસ્તો કરવાનું ના ભૂલે.
તો હવે આપણે જાણીએ પાલીતાણા ની ખાસ એવી જગ્યાઓ જ્યાં તમારે એકવાર જરૂરથી નાસ્તો કરવા માટે જવું જોઈએ.
Top Food places in Palitana

1. ચંદુભાઈના ભજીયા
Location: ભૈરવનાથ ચોક, પાલીતાણા.
શું Try કરવું: ભજીયા અને ગાંઠિયા
Approx. Price: ૧૦૦ ગ્રામના ₹30
Timing: સવારથી બપોર સુધી
શા માટે જાણીતી છે: ભજીયા અને લસ્સીનું કોમ્બિનેશન
ખરેખર નામ તો ચંદ્રમલ રાયચંદ્રમલ છે પણ અહીંના લોકો પ્રેમથી ચંદુભાઈ ના ભજીયા તરીકે ઓળખે છે, આજુબાજુના ગામથી આવતા લોકો અહીં જરૂર મુલાકાત લેતા હોય છે.
અહીં બનાવવામાં આવતા ભજીયા ચણાના લોટ અને મરચાના હોય છે તેની સાથે લોકો અહીંના ફેમસ ગાંઠિયા પણ ખાતા હોય છે આમ જોઈએ તો અહીં લોકો ભજીયા ને ગાંઠિયા સાથે ખાતા હોય છે.
વાત કરીએ તો આ શાખા 65 વર્ષથી પણ જુની ગણવામાં આવે છે તેથી જ ખ્યાલ આવે કે આ જગ્યાની કેટલી લોકપ્રિયતા હશે.
તમે અહીં આવશો એટલે તમને ખ્યાલ આવશે કે લોકોને ડીશમાં ભજીયાની સાથે ગાંઠિયા અને સાથે ગોપાલને લચ્છી, હવે આ કોમ્બિનેશન લોકોએ બનાવેલું છે. જે લોકોને ખૂબ જ પસંદ આવે છે.
હવે આપણે આગળ ગોપાલની લસ્સી પણ વાત કરી લઈએ.
2. ગોપાલ લસ્સી
Location: ભૈરવનાથ ચોક, પાલીતાણા.
શું Try કરવું: લસ્સી
Approx. Price: 1 ગ્લાસ ૩૦ રૂપિયા
Timing: સવારથી રાત સુધી
શા માટે જાણીતી છે: ભજીયા અને લસ્સીનું કોમ્બિનેશન
હમણાં જ આપણે આગળ વાત કરી ચંદુભાઈ ના ભજીયા વિશે, તેની સાથે આપણે જાણ્યું હતું કે ચંદુભાઈના ભજીયા સાથે લોકો ગોપાલની લસ્સી પીવાનું ખૂબ જ પસંદ કરે છે.
જરૂરી નથી કે જે લોકો લચ્છી પીવા આવે છે તે લોકો ફરજિયાત ભજીયા ખાય પણ હા જોઈએ તો જે લોકો ભજીયા ખાવા આવે છે એ લોકો ફરજિયાત લસ્સી પીવે છે.
લગભગ 50 વર્ષથી ચાલતી ગોપાલ લસ્સી પાલીતાણા જ નહીં પરંતુ આજુબાજુના શહેરોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.
શરૂઆત માત્ર 25 પૈસા એક ગ્લાસથી કરી હતી અત્યારે જોઈએ તો લગભગ એક ગ્લાસના રૂપિયા 25 થી 30 રૂપિયા છે.
ગોપાલ લસ્સી તેમને લોકપ્રિયતા ના કારણે આજુબાજુના શહેરોમાં પણ તેમની શોપ ઓપન કરી રહી છે.
જ્યારે પણ લોકો પાલીતાણા યાત્રાધામમાં આવે છે ત્યારે તેઓ જરૂરથી ગોપાલ લસ્સી ટ્રાય કરે જ છે.
3. ગોપાલ ભૂંગળા બટેટા
Location: જકાતનાકા ચોક, પાલીતાણા.
શું Try કરવું: ભૂંગળા અને બટેટા
Approx. Price: ૧ પ્લેટ ૩૦ રૂપિયા
Timing: સવારે ૧૦ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી
શા માટે જાણીતી છે: પ્રખ્યાત ભૂંગળા બટેટા
ગોપાલ ના ભુંગળા બટેટા આટલા પ્રખ્યાત છે કે એનો અંદાજો તમે લગાવી શકો કે દિવસમાં 70 થી 80 કિલો બટેટા નું વેચાણ અહીં થાય છે.
૪૫ વર્ષથી આ શાખા છે અને આજે જોઈએ તો દિવસે ને દિવસે લોકપ્રિયતા વધી રહી છે.
અહીં રત્ન કલાકારો ઘરે જતા પહેલા જોઈએ તો હુમલા બટેટાનું સ્વાદ માણતા જોવા મળતા હોય છે. એટલા માટે અહીંના ભુંગળા બટેટા નો સ્વાદ એકવાર અવશ્ય લેવો જોઈએ.
4. પાલવ પાણીપૂરી
Location: પરિમલ પુલ, પાલીતાણા.
શું Try કરવું: 6 ફ્લેવર પાણીપુરી
Approx. Price: ૧ ડિશ ૩૦-૪૦ રૂપિયા
Timing: સવારથી સાંજ સુધી
શા માટે જાણીતી છે: ફ્લેવર પાણીપુરી
પાલવની પાણીપુરીની જો વાત કરવામાં આવે તો અહીં તમે ગમે ત્યારે જશો તમને અહીં ભીડ જ જોવા મળશે, પાલીતાણા ની મહિલાઓ જ્યારે પણ પાલીતાણામાં ખરીદી કરવા માટે આવે છે ત્યારે તેઓ અવશ્ય અહીંની પાણીપુરી ખાઈ છે.
વાત કરીએ અહીંની પ્રિયતાની તો તમને ત્યાંથી જ ખ્યાલ આવી જશે કે જ્યારે પણ ખજૂર ભાઈ એટલે કે નીતિનભાઈ જાની પાલીતાણા ની મુલાકાત લે છે ત્યારે તેઓ અવશ્ય પાલવની પાણીપુરી ખાય જ છે.
અને બીજી વાત કરીએ તો અહીં ખાસ સ્વચ્છતા નું ધ્યાન રાખવામાં આવે છે તેથી અહીં લોકો બહોળી સંખ્યામાં પાણીપુરી ખાતા જોવા મળે છે.
૫. ચેતના જૈન ભેળ
Location: તળેટી રોડ, પાલીતાણા.
શું Try કરવું: ભેળ
Approx. Price: ૧ પ્લેટ ૪૦-૫૦ રૂપિયા
Timing: સવારથી રાત સુધી
શા માટે જાણીતી છે: દાડમની જૈન ભેળ
લગભગ પચાસેક વર્ષથી આ શાખા ચાલતી આવી રહી છે જૈન લોકો તથા અહીંના લોકોની આ વચ્ચે ઘણા સમયથી ચેતના ભેળ પ્રખ્યાત થતી આવી રહી છે.
અહીં એક ડીશ ભેળના 40 થી 50 રૂપિયા હોય છે આ ભેળ ની અંદર વાત કરીએ તો ખાસ કરીને દાડમ નાખવામાં આવે છે તેથી જ આ ભેળ લોકો વચ્ચે પ્રખ્યાત થઈ રહ્યું છે.
અહીં અહીં બેસવા માટેની પણ સુવિધા છે જેથી તમે આરામથી બેસીને પણ આ ભેળનો સ્વાદ લઈ શકો છો.
Conclusion:
પાલીતાણાની અંદર ઘણી જગ્યાએ તમને નાસ્તા માટે ના સ્ટોર જોવા મળશે વાત કરીએ તો પાલીતાણા ની અંદર એન્ટર થતાં જ ઘણી બધી જગ્યાઓ પર તમને નાસ્તાની લારીઓ જોવા મળતી હોય છે.
અહીંના સ્થાનિક લોકો માટે તો અનુભવ હોય છે પરંતુ અહીં આવતા યાત્રાળુઓ તથા પર્યટકો માટે ઘણીવાર એવું બનતું હોય છે કે તેઓ અજાણતા આવી ખાસ જગ્યાઓની મુલાકાત લેવાનો ભૂલી જતા હોય છે.
તેથી જ જો તમે પાલીતાણા ની મુલાકાતે આવી રહ્યા છો તો અવશ્ય એકવાર આ પાંચ જગ્યાઓની મુલાકાત જરૂરથી લેવી અને અહીંની લોકપ્રિય નાસ્તાઓનો સ્વાદ જરૂરથી લેવો.